ગાદલામાંથી આવતી ઉલ્ટીની વાસ માત્ર 5 મિનિટમાં દૂર થઇ જશે, ગાદલાંને તડકામાં મુકવાની કે ધોવાની જરૂર નહીં પડે
ઘણીવાર એવું બને છે કે તમારું નાનું બાળક પથારીમાં જ ઉલ્ટી કરી દે છે. તમે ઊલટી સાફ તો કરી લો છો અને ગાદલા પર પાથરેલી ચાદર પણ સાફ થઈ જાય છે, પરંતુ ઊલટી થવાને કારણે ગાદલામાંથી ઊલટીની દુર્ગંધ આવતી રહે છે.
પછી ઘણા પ્રયત્નો કરવા છતાં પણ તે ગંધ દૂર થતી નથી. જો તમારી સાથે પણ આવું બને છે તો અમે તમને એવી કેટલીક ટિપ્સ જણાવીશું જેનાથી તમારા ગાદલામાંથી આ ગંધ દૂર જશે અને ગાદલાંને કે પથારીને અલગથી ધોવાની કે તડકામાં મુકવાની પણ જરૂર નહીં પડે.
1) ખાવાનો સોડાથી દુર્ગંધથી કેવી રીતે છુટકારો મેળવવો : ગાદલામાંથી ઉલ્ટીની ગંધ દૂર કરવા તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરો. આ માટે તમારે ગાદલા પર થોડો-થોડો બેકિંગ સોડાને છાંટી લો. યાદ રાખો કે તમારે તેને આખા ગાદલા પર છાંટવાનો છે તેથી તેને ગાદલા પર થોડો જ છંટકાવ કરો.
તમને જણાવી દઈએ કે બેકિંગ સોડા ઉલટીને ખરાબ ગંધને શોષી લેવાની લે છે. ત્યાર બાદ આ બેકિંગ સોડાને વેક્યુમ ક્લીનરથી સાફ કરી લો. આ રીતે થોડીવારમાં તમારા ગાદલામાંથી ઉલટીની ગંધ દૂર થઇ જશે.
2) સફેદ વિનેગરનો ઉપયોગ કરો : સફેદ વિનેગરનો ઉપયોગ કરતા પહેલા તમારે એ જાણવું જોઈએ કે તમારું ગાદલું પાણીથી સાફ કરી શકાય છે કે નહીં, તમારે ગાદલા પર લેગેલા લેબલને અવશ્ય વાંચો. પછી જ સફેદ વિનેગરનો ઉપયોગ કરો.
સફેદ સરકોનો ઉપયોગ કરવા માટે તમારે પહેલા 1 લિટર નવશેકા પાણીમાં અડધો કપ સફેદ વિનેગર મિક્સ કરવાનું છે. તેને મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરી લેવાનું છે. પછી આ પ્રવાહીને ગાદલા પર છાંટવાનું છે. આ લીકવીડ સુકાઈ ગયા પછી ગાદલામાંથી ઉલ્ટીની દુર્ગંધ પણ આવતી બંધ થઇ જશે.
3) આ રીતે પણ સાફ કરી શકો છો : તમે ઘરે પણ લીકવીડ બનાવી શકો છો. આ માટે તમારે બજારમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ ખરીદીને લેવાનું છે. પછી તમારે 3 ચમચી ખાવાનો સોડા, 4 ટીપાં લિક્વિડ ડીશ સોપ અને 1 કપ હાઇડ્રોજન પેરોક્સાઇડને એકસાથે મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરીને ગાદલા પર છાંટવાનું છે.
પછી તેને સૂકવવા માટે છોડી દો. લગભગ 7 થી 8 કલાક પછી તે સુકાઈ જશે અને તમારા ગાદલામાં પણ સારી સુગંધ આવવા લાગશે. આ રીતે પણ તમે ગાદલામાંથી ઉલટીની ગંધ દૂર કરી શકો છો. આ સિવાય તમે એર ફ્રેશનર સ્પ્રેનો પણ ઉપયોગ કરી શકો છો.