ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે NMMS પરીક્ષા નોટિફિકેશન જાહેર વર્ષ 2022

 ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે NMMS પરીક્ષા નોટિફિકેશન જાહેર વર્ષ 2022 

રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ -૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ -૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ ( N.M.M.S ) નામની યોજના શિક્ષણ મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મુકવામાં આવેલ છે .

NMMS Official Notification 2022

 રાજ્ય પરીક્ષા બોર્ડ , ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે

આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તા : ૧૧/૧૦/૨૦૨૨ થી તા : ૦૫/૧૧/૨૦૨૨ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે

વિદ્યાર્થીની લાયકાત : જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ -૮ માં સરકારી પ્રાથમિક શાળાઓ , ( જિલ્લા પંચાયત / મહાનગરપાલિકા નગરપાલિકાની શાળા ) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ N.M.M.S ની પરીક્ષા આપી શકશે

જનરલ કેટેગરી તથા ઓ.બી.સી. કૅટેગરીના વિદ્યાર્થીએ ધોરણ -૭ માં ઓછામાં ઓછા ૫૫ % ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ . અનુસૂચિત જાતિ ( SC ) અને અનુસૂચિત જનજાતિ ( ST ) વિદ્યાર્થીએ ધોરણ -૭ માં ઓછામાં ઓછા ૫૦ % ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ

આવક મર્યાદા : એન.એમ.એમ.એસ ની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક ૩.૫૦.૦૦ / થી વધારે ના હોવી જોઇએ , વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણીત નકલ અવશ્ય જોડવાની રહેશે

♓NMMS EXAM DATE DECLARED

ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે NMMS પરીક્ષા નોટિફિકેશન જાહેર વર્ષ 2022 

NMMS પરીક્ષા નોટિફિકેશન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

ઓન લાઇન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

NMMS પરીક્ષાના જુના પેપરો ડાઉનલોડ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *