વિદ્યાસહાયક 2600 જગ્યા પર ભરતી 2022 – કુલ 2600 જગ્યાઓ@vsb.dpegujarat.in
વિદ્યાસહાયક ભરતી 2022: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા 2600 વિદ્યાસહાયકો ની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં
આવી છે.ધોરણ 1 થી 5 માં 1000 જગ્યાઓ અને ધોરણ 6 થી 8 માં વિષય પ્રમાણે
જેમ,કે ગણિત વિજ્ઞાન ની 750, ભાષાની 250 અને સામાજિક વિજ્ઞાન ની 600 એમ કુલ
મળી ને ટોટલ ધોરણ 1 થી 8 માં 2600 જગ્યાઓ ની ભરતી કરવામાં આવશે. રસ અને
લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
વિદ્યાસહાયક ભરતી 2022
ગુજરાત
શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરી કરવા માટે વધુ
2600 વિદ્યાસહાયકો ની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રાજ્ય
સરકાર દ્વારા ધોરણ 1 થી 5 ની 1000 અને ધોરણ 6 થી 8 ની 1600 જગ્યાઓ પર ભરતી
કરવામાં આવશે. આ ભરતી માટેનું ઓફિશિયલ નોટિફિકેશન આવતીકાલે પ્રસિદ્ધ
કરવામાં આવશે.
વિભાગનું નામ | ગુજરાત શિક્ષણ વિભાગ |
પોસ્ટનું નામ | વિદ્યાસહાયક |
કુલ જગ્યાઓ | 2600 |
અરજી પક્રિયા | ઓનલાઈન |
જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ | 11 ઓક્ટોબર 2022 |
ઓફિશિયલ વેબસાઈટ | vsb.dpegujarat.in |
ગુજરાત વિદ્યાસહાયક ભરતી 2022
ગુજરાત
રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા વિદ્યાસહાયકો ની 2600 જગ્યાઓ
ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. નીચે આપેલ ટેબલમાં તમે ધોરણ
અને વિષય પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો.
વિષય | સામાન્ય ભરતી | ઘટ ભરતી | કુલ જગ્યાઓ |
ધોરણ 1 થી 5 | 961 | 39 | 1000 |
ગણિત વિજ્ઞાન | 403 | 347 | 750 |
ભાષાઓ | 173 | 77 | 250 |
સામાજિક વિજ્ઞાન | 387 | 213 | 600 |
કુલ | 1924 | 676 | 2600 |
વિદ્યાસહાયક ભરતી 2022 શૈક્ષણિક લાયકાત
ધોરણ 1 થી 5 વિદ્યાસહાયક માટે:-
- શૈક્ષણિક લાયકાત: ઓછામાં ઓછી HSC પાસ અને
- તાલીમી લાયકાત: PTC અથવા D.EL.Ed (બે વર્ષ)
- ચાર વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશન ની ડીગ્રી (B.EL.Ed) અથવા
- બે વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન (સ્પેશિયલ એજ્યુકેશન)
- તેમજ
TET I પરીક્ષા વર્ષ 2011 થી અત્યાર સુધી 60% ગુણ સાથે, અનુસૂચિત જાતિ,
અનુસૂચિત જન જાતિ, સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ અને વિકલાંગતા ના
કિસ્સામાં 55% સાથે પાસ કરેલ હોવી જોઈએ.
ધોરણ 6 થી 8 ના વિદ્યાસહાયક માટે:-
- ધોરણ
12 પાસ,બી.એ, બી.એડ, બી.એસ.સી તેમજ વિષય પ્રમાણે ની ડીગ્રી અને TET 2 ની
પરીક્ષા વર્ષ 2011 થી અત્યાર સુધી 60% ગુણ સાથે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત
જન જાતિ, સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ અને વિકલાંગતા ના કિસ્સામાં 55%
સાથે પાસ કરેલ હોવી જોઈએ.
ઉંમર મર્યાદા
ધોરણ 1 થી 5 માટે | 18 થી 33 વર્ષ |
ધોરણ 6 થી 8 માટે | 18 થી 35 વર્ષ |
ગુજરાત વિદ્યાસહાયક ભરતી ઓનલાઈન એપ્લાય
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ vsb.dpegujarat.in પરથી તારીખ 11 ઓક્ટોબર 2022 થી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
વિદ્યાસહાયક ભરતી 2022 પસંદગી પક્રિયા
ઉમેદવાર ની પસંદગી ફાઇનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે. આ માટે તબક્કાવાર અને કેટેગરી પ્રમાણે મેરીટ જાહેર કરવામાં આવશે..
ગુજરાત વિદ્યાસહાયક પગાર ધોરણ
વિદ્યાસહાયકો ને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ રૂ.19950/- ફિક્સ પગાર ધોરણ આપવામાં આવશે.
જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
વિદ્યાસહાયક ભરતી 2022 FAQ
રાજ્ય સરકાર દ્વારા વિદ્યાસહાયકો ની કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?
રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 8 માં 2600 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
વિદ્યાસહાયક ભરતી 2022ના ઓનલાઈન ફોર્મ કઈ વેબસાઈટ પરથી ભરાશે?
વિદ્યાસહાયક ભરતી 2022ના ફોર્મ vsb.dpegujarat.in પરથી ભરાશે.