iPhone 14 લૉન્ચ થતાં જ સસ્તાં થઈ ગયા, જાણો હવે કેટલી છે કિંમત

 નવા  iPhone  લોન્ચ થતા જ કંપનીએ જૂનાની કિંમત ઘટાડી દીધી છે. તમે iPhone 13, iPhone 13 Mini અને iPhone 12ને સસ્તામાં ખરીદી શકો છો. કંપનીએ તેની કિંમતમાં ખૂબ ઘટાડો કર્યો છે.

એપલે નવા iPhone 14 સીરીઝ લોન્ચ કરી

iPhone 13 સીરીઝની કિંમત ઘટાડી

FAQ : iPhone 14

એપલે નવા iPhone 14 સીરીઝ લોન્ચ કરી

તો iPhone 11ને બ્રાન્ડે ડિસકન્ટીન્યુ કરી દીધો છે. આવો જાણીએ ફોનની નવી કિંમત. એપલે નવા iPhone 14 સીરીઝ લોન્ચ કરી છે. કંપનીએ આ વખતે પણ ચાર નવા મૉડલ લોન્ચ કર્યા છે. જો કે, લેટેસ્ટ સીરીઝમાં મિની વર્ઝનને હટાવી દેવામાં આવ્યું છે. એપલે પ્લસ વેરિએન્ટ જોડ્યો છે. દરેક વખતની જેમ નવા આઈફોન લોન્ચ થતા જ જૂનાની કિંમત ઘટી ગઇ છે. iPhone 14 સીરીઝ આવતા જ iPhone 13 સીરીઝ સસ્તી થઇ છે.

iPhone 13 સીરીઝની કિંમત ઘટાડી

જો તમે નવો iPhone ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો તો 13 સીરીઝ પર વિચાર કરી શકો છો. આ સીરીઝની કિંમત ઘટી છે અને Flipkart-Amazon પર આવતી સેલ્સનો ફાયદો પણ તમને મળી શકે છે. તો iPhone 11ને કંપનીએ ડિસકન્ટીન્યુ કરી છે, આવો જાણીએ iPhone 13 સીરીઝની નવી કિંમત.

FAQ : iPhone 14

iPhone 13 સીરીઝની કિંમત કેટલી છે?

એપલે iPhone 14 સીરીઝ લોન્ચ થતા જ જૂના ફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. હવે તમે iPhone 13 Miniને 64,990 રૂપિયાની પ્રારંભિક કિંમત પર ખરીદી શકશો. આ કિંમત ફોનના 64GB સ્ટોરેજ વેરિએન્ટની છે. તો iPhone 13ને તમે 69,990 રૂપિયામાં ખરીદી શકો છો, જે 128GB સ્ટોરેજ વેરિએન્ટની પ્રાઈસ છે. iPhone 12ના 64GB વેરિએન્ટની કિંમત 59,990 રૂપિયા થઇ ગઇ છે.

શું તમારે iPhone 13 ખરીદવો જોઈએ?

આમ તો iPhone 13 ખરીદવો એક ફાયદાની સમજૂતી હોઇ શકે છે. નવા આઈફોનની સાથે તમને અમુક નવા ફીચર્સ મળશે. પરંતુ ખર્ચ ઘણો વધારે કરવો પડશે. નવા આઈફોનમાં પણ તમને iPhone 13 વાળી ડિઝાઈન, કેમેરા અને પ્રોસેસર મળશે. એવામાં જૂની ડિવાઈસને ઓછી કિંમતે ખરીદવુ એક સારું ઓપ્શન છે.

iPhone 14 લૉન્ચ થતાં જ સસ્તાં થઈ ગયા, જાણો હવે કેટલી છે કિંમત 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *