વોશિંગ મશીનમાં આ રીતે કપડા ધોશો તો તમારું લાઈટ બિલ ઘણું ઓછું આવશે

 વોશિંગ મશીનમાં આ રીતે કપડા ધોશો તો તમારું લાઈટ બિલ ઘણું ઓછું આવશે


એક એવો સમય હતો જ્યારે લોકો હાથથી કપડા ધોતા હતા પરંતુ આજકાલ લગભગ દરેક ઘરમાં વોશિંગ મશીન આવી ગયું છે. બાળકોના યુનિફોર્મથી લઈને બેડશીટ, ચાદર સુધી તમે વોશિંગ મશીનમાં તમામ પ્રકારના કપડા એક સ્વીચ દબાવીને ધોઈ શકો છો.

કારણ કે મશીન વીજળી પર ચાલતું હોવાથી તેને ચાલુ કરવાથી વીજળીનું બિલ પણ વધારે જ આવે છે. જો કે તમે કેટલીક વસ્તુઓનું સહેજ ધ્યાન રાખશો તો તમે વોશિંગ મશીનના લાઈટ બિલમાં અમુક અંશે ઘટાડી શકો છો. ચાલો જોઈએ કેવી રીતે.

સાદું પાણી : આપણે દર વખતે કપડાં ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરીએ છીએ. દરરોજ મશીનમાં ગરમ ​​પાણીનો ઉપયોગ ના કરો, કારણ કે તેનાથી પણ વીજળીનો વધારે વપરાશ થાય છે. જરૂર લાગે ત્યારે જ ગરમ પાણીનો ઉપયોગ કરો. બાકીના દિવસે કપડાં ધોવા માટે સાદા પાણીનો ઉપયોગ કરો.

સ્પીડ : તમારા વોશિંગ મશીન પર આપેલા બટન પર તમને બધી જ માહિતી મળી જશે. વધુ સ્પીડ રાખવાથી પણ વીજળીની બિલ વધારે આવે છે, તેથી તમારે કપડાં પ્રમાણે મશીનની સ્પીડ સેટ કરવી જોઈએ.

ડ્રાયર ના કરો : આપણે બધા, કપડાંને સૂકવવા માટે ડ્રાયરમાં મૂકીએ છીએ, પરંતુ દર વખતે કપડાં સુકાવવા ડ્રાયરનો ઉપયોગ ના કરવો જોઈએ. ઇમરજન્સીમાં જ તેનો ઉપયોગ કરો. જો તમારી પાસે સમય છે તો કપડાં ડ્રાયરમાં મૂકવાને બહાર પણ સુકવી શકો છો.

પાણી અને કપડાંની માત્રા : મશીનમાં મર્યાદિત સંખ્યામાં જ કપડાં ધોઈ શકાય છે. મશીનમાં એકસાથે ઘણા બધા કપડા નાખવાથી મશીન પર લોડ પડી જાય છે, જેના કારણે પણ વીજળીનો વધુ વપરાશ થાય છે. આ માટે કપડાંને અમુક ભાગોમાં વહેંચીને અને યોગ્ય માત્રામાં પાણીથી જ કપડાં ધોવો.

કપડાંને વધુ ના ફેરવશો : આપણે કપડાંને જુદા જુદા ભાગોમાં વહેંચીએને મશીનમાં નાખીએ છીએ. આવી સ્થિતિમાં બધા કપડાં ધોવા માટે ચોક્કસ સમય ના હોવો જોઈએ. કેટલાક કપડાં સાફ જ હોય છે ફક્ત તમારે તેના પરની ધૂળ અને માટી દૂર કરવાની હોય છે. જે કપડાં ઓછા ગંદા હોય તેને મશીનમાંથી બહાર કાઢી નાખવાથી બિલમાં ઘટાડો કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *